Posts

Showing posts from October, 2017

લોકશાહીનો અમૂલ્‍ય અવસરઃ જાગૃત મતદાર અને અચૂક મતદાન

Image
અબ્રાહમ લિંકને લોકશાહીની સરળ વ્‍યાખ્‍યા કરતાં કહ્યું હતું કે લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે ચાલતી સરકાર એટલે લોકશાહી. ગરીબ, તવંગર, ભણેલા, અભણ વગેરે જેવા ભેદભાવ વગર દરેક પુખ્‍ત નાગરિકને લોકશાહીમાં શાસન ચલાવવાનો કે તેમાં હિસ્‍સેદાર થવાનો અને સરકારને ચૂંટવાનો અધિકાર મતદાન તરીકે પ્રાપ્ત થાય છે. લોકશાહીની આ જ સાચી લાક્ષણિકતા છે. જાગૃત લોકો અને જાગૃત મતદાર લોકશાહીનો પ્રાણ છે. રાષ્‍ટ્રપતિ મહાત્‍મા ગાંધીએ જણાવ્‍યું છે કે આપણે ગમે તેવું રાજ્‍યતંત્ર રચીએ, પરંતુ જ્‍યાં સુધી આપણે આપણું એક નાગરીક તરીકેનું કર્તવ્‍યપાલન અને મૂલ્‍યાંકન સમજી તેનો નિર્ભિક રીતે ઉપયોગ નહીં કરીએ, ત્‍યાં સુધી સાચુ સ્‍વરાજ અશક્‍ય છે. આથી જ લોકશાહીમાં નાગરીકોનેુ મતાધિકાર પ્રાપ્‍ય છે. જાગૃતિ સાથે પવિત્ર ફરજ સમજી મતદાન કરવું, એ લોકશાહીમાં આદર્શ નાગરીકનું કર્તવ્‍ય છે. નાગરીકોએ હક્કો અને અધિકારો ભોગવવાની સાથો-સાથ કર્તવ્‍યપરાયણ બનવામાં પાછા પડવુ ન જોઇએ. મતદાન જેવા કર્તવ્‍યપાલન થકી જ લોકશાહી પ્રાણવાન અને મજબુત બને છે. એ પ્રત્‍યેક નાગરીકે સમજવાની અને અન્‍યોને તે માટે પ્રેરણા આપવાની ફરજ છે. ભારતમાં પ્રજાસત્તાક લોકશાહી અને ...

આપણા મતનું મૂલ્ય જરાય ઓછું ના આંકીએ !

Image
ચુંટણી ની પરાકાષ્ટા એ પ્રચાર કાર્ય પૂરજોશ મા ચાલે છે. એ જરુરી છે જ પણ, વાસ્તવિકતા એ છે કે, ઉમેદવારો ગમે તેવા માથા પછાડે પણ મતદારો નો એક સમુહ એવો છે જે 'પેક' જ રહે છે. પોતાના મન ની વાત ની કળ પડવા દેતો નથી. તેમ કોઇ પણ પ્રભાવ કે લાલચ મા સપડાઇ જતો નથી. બીજા પ્રકાર નો વર્ગ તરલ પ્રકાર નો છે ! 'જિસકે તડ મે લડ્ડુ ઉસકે તડ મે હમ'' જ્યારે એક વર્ગ એવો પણ છે જે... ''ચાલતી ગાડી એ બેસવા''નુ પસન્દ નહી કરે.  જે લોકશાહી ના રક્ષણ માટે એ નબળા જણાતા પક્ષ નુ સમર્થન કરશે. એ જાણે છે કે, લોક્શાહી મા વિરોધ પક્ષ નુ મહત્વ જરાય ઓછુ ન આંકી શકાય''. સબળ વિરોધ પક્ષો જ '' લોકશાહી ના સાચા રક્ષકો'' છે. એવુ એ દ્રઢ પણે માને છે. ચોથો એક વર્ગ એવો ય છે જે અગાઉ થી બહુ વિચારતો નથી. મતદાન સમયે ઉતાવળે નિર્ણય લઇ લે છે. અથવા ''કોઇ ને મત દેવા જેવા નથી'' એવો નિર્ણય છેલ્લી ઘડી એ લઇ લે. 'NATO' ! any way, વિષ્વ ના આ સૌથી મોટા લોકશાહી દેશમાં, જવાબદારી પૂર્વક મતદાન કરવા ની આપણી પવિત્ર ફરજ છે. આપણા પર કોઇ ના વાણી, વ્યક્તિત્વ્, ખોટા વચનો, કે એવી...